લેબલ્સ

વહાલી દીકરી યોજના | vahali dikri yojna gujarat

 વહાલી દીકરી યોજના | vahali dikri yojna gujarat

ગુજરાતના Women And Child Development Department દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મહિલા સશકિતકરણ માટે અને મહિલાઓના કલ્યાણ ઘણા પ્રોગ્રામ કરવામાં આવે છે. જેમાં મહિલાઓની સુરક્ષા અને સહાયતા માટે સખી વન સ્ટોપ સેન્‍ટર, 181 Abhayam mahila helpline, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) યોજનાઓ ચલાવવામાં આવે છે. તથા સ્ત્રીઓના સમાજમાં સન્માનભેળ જીવન જીવવા માટે વિધવા સહાય યોજના તથા વિધવા પુન:લગ્ન યોજના પણ ચલાવવામાં આવે છે.  આ ઉપરાંત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સ્ત્રીઓને સ્વ-રોજગારી અને નવા વ્યવસાય ચાલુ કરવા માટે મહિલા સ્વાવલંબન યોજનાઓ, મહિલા જાગૃતિ મેળાઓ તથા લોક મેળોઓનું આયોજન કરવામાં આવે છે.


Vahali Dikri Yojana Online Apply

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો મહત્વનો ઉદ્દેશ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે.

Vahali Dikri Yojana અંતર્ગત સ્ત્રીઓના શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવાનું અગત્યનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દીકરીઓની ચિંતા કરી રહી છે. જેને ધ્યાને લઈને રાજ્યના નાગરિકો માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Vahali Dikri Yojana Benefits

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.


પ્રથમ હપ્તો

આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.

બીજો હપ્તો પેટે

વ્હાલી દીકરી યોજના અન્‍વયે લાભાર્થી દીકરીઓને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા પેટે

આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

વ્હાલી દીકરી યોજનાની પાત્રતા

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali dikri yojana eligibility નક્કી કરેલી છે. આ યોજનાનો લાભ કોણે મળશે તથા તેની પાત્રતા શું છે. જે નીચે મુજબ છે.

1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજના માટે Document

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

Vahali dikri yojana form ક્યાંથી મેળવવું

1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

3 ટિપ્પણીઓ: