લેબલ્સ

અટલ પેન્શન યોજના । Atal Pension Yojana 2022

atal pention yojana

અટલ પેન્શન યોજના । Atal Pension Yojana 2022

નમસ્કાર વાંચક મિત્રો આજે ભારત સરકાર દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃત માહિતી રજૂ કરીએ છીએ. દેશમાં ગરીબો, ઓછી સુવિધાવાળા તથા અસંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરતા કામદારોને સુરક્ષા આપવા માટે વર્ષ-2015-16 ના બજેટમાં Atal Pension Yojana અમલી બનાવી. આ યોજના પહેલાં સ્વાવલંબન યોજનાના નામથી ઓળખાતી હતી.

Atal Pension Yojna (APY)

ભારત સરકાર દ્વારા જન-ધન થી જનસુરક્ષા હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(330), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(12) વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા 1 જૂન 2015 થી અટલ પેન્‍શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક/પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે. જેના માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નિયમિત પ્રિમીયમ ભર્યા બાદ 60 વર્ષની ઉંમરે 1000 થી 5000 સુધી પેન્શન મળવાનું ચાલુ થશે.

અટલ પેન્શન યોજના માટે પાત્રતા

ભારત સરકાર દ્વારા Atal Pension Yojana અમલમાં મૂકવામાં આવી અને તેના માટે પાત્રતા નક્કી કરેલ છે.

  • આ પેન્‍શન યોજનાનો લાભ લેવા ભારતીય નાગરિક હોવા જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ.
  • આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ. તે બેંક કે પોસ્ટ ખાતામાં આધારકાર્ડ અને મોબાઈલ લિંક હોવો જોઈએ.
  • સરકારી પેન્‍શનવાળા લાભાર્થીઓને અટલ પેંશન યોજનાનો લાભ મળશે નહી.

અટલ પેન્શન યોજનાની મુખ્ય શરતો

  • યોજનામાં જોડાનાર લાભાર્થી પાસે Bank અથવા Post વિભાગનું Saving Account હોવું ફરજિયાત છે.
  • 18 થી 40 વર્ષના લાભાર્થીની ઉંમરની ખરાઈ માટે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવીંગ સર્ટીફિકેટ કે અન્ય ઉંમરના દસ્તાવેજ આપવા જરૂરી છે.
  • રોકમ રકમથી પ્રીમિયમના હપ્તા ભરી શકાશે નહીં. માત્ર બચત ખાતામાંથી ડેબિટ કરી હપ્તા ભરી શકાશે.
  • લાભાર્થીની ઉંમર અને પેન્‍શનની રકમને આધારે પ્રીમિયમની રકમ નક્કી થશે.
  • Saving Account ધરાવતા લાભાર્થીઓએ પોતાના બેંક અથવા પોસ્ટ એકાઉન્‍ટમાં મિનીમમ બેલેન્‍સ + પ્રિમીયમની રકમ જેટલું બેલેન્‍સ રાખવું જરૂરી છે.
  • 6 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Frozen થઈ જશે. 12 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Deactivate થઈ જશે અને 24 માસ સુધી લાભાર્થી દ્વારા પ્રીમિયમ ન ભરાય તો ખાતુ Closed થઈ જશે.
  • ગ્રાહક પેન્‍શનની રકમ વધારી કે ઘટાડી શકશે. પરંતુ માત્ર જે તે વર્ષના એપ્રિલ માસમાં જ અને વર્ષમાં એક જ વાર કરી શકશે.
  • PM Atal Pension Yojana હેઠળ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના Spouse ને આજીવન લાભાર્થી દ્વારા નક્કી કરેલ પેન્‍શનની રકમ મળવાપાત્ર થશે.  અને જો Spouse ના હોય તો નોમિનીને પેન્‍શન કોપ્સની રકમ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દ્વારા અટલ પેંશન યોજના હેઠળ ભરેલ પ્રીમિયમની રકમ ઈન્‍કમટેક્ષના કાયદા મુજબ કલમ 80-C હેઠળ બાદ મળવાપાત્ર છે.

Atal Pension Yojana Document

APY હેઠળ બેંક અથવા પોસ્ટ વિભાગમાં ખાતું ખોલાવી શકાય છે. જેના માટે લાભાર્થી પાસે નીચે મુજબના ડૉક્યુમેન્‍ટની જરૂરિયાત હોય છે.

  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • જન્મનું પ્રમાણપત્ર અથવા લીવીંગ સર્ટીફિકેટ કે અન્ય ઉંમર અંગેનું પુરાવો
  • ચૂંટણીકાર્ડ
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

Atal Pension Yojana Benefits |અટલ પેન્શન યોજના ના લાભો

અટલ પેંશન યોજના(APY) હેઠળ લાભાર્થીની 60 વર્ષની નિવૃત ઉંમરમાં લાભ થાય છે. આ ઉપરાંત આ યોજનાના લાભ નીચે મુજબ આપેલા છે.

  • આ યોજનાનો લાભ ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર થશે.
  • Atal pension yojana નો લાભ 60 વર્ષની ઉંમર બાદ લાભાર્થીઓને મળશે.
  • યોજના અંતર્ગત પ્રીમિયમ અનુસાર 1000 થી 5000 રૂપિયા સુધી દર મહિને પેન્‍શન મળશે.
  • પ્રિમીયમની રકમ ઉંમરના આધાર નક્કી થશે.જો કોઈ 18 વર્ષના લાભાર્થીને આ યોજના હેઠળ 5000 પેન્‍શન મેળવવું હોય તો રૂ.210 પ્રીમિયમની દર મહિને જમા કરાવવું પડશે.
  • જો કોઈ 40 વર્ષના લાભાર્થીને 5000 પેંશન મેળવવું હોય તો તેમને દર મહિને પ્રિમીયમ પેટે 1454/- રૂપિયા જમા કરાવવા પડશે.

How to apply for Atal Pension Yojana Online | અરજી કેમ કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાંથી APY નું ખાતું ખોલાવી શકાય છે. અટલ પેન્‍શન યોજના અન્‍વયે Online એકાઉન્‍ટ પણ ખોલી શકાય. Atal pension yojana sbi online ખાતું માટે નીચે મુજબ સમજૂતી આપેલ છે.

  • Atal Pension Yojana Online Apply માટે SBI બેંકનું ઈન્‍ટરનેટ બેંકિંગમાં લોગીન કરવું પડશે.
  • SBI Login કર્યા બાદ e-Services પર ક્લિક કરવું પડશે. જેમાં Social Security Scheme પર ક્લિક કરવું.
  • જેમાં PMJJBY/PMSBY/APY નામના ત્રણ વિકલ્પ દેખાશે. જેમાં APY (અટલ પેંશન યોજના) પર ક્લિક કરવું.
  • જેમાં Atal pension Yojana Online form ખૂલશે. જેમાં આપની તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે. જેમ કે એકાઉન્‍ટ નંબર, નામ,ઉંમર, સરનામું વગેરે
  • જેમાં પેન્‍શનના અલગ-અલગ વિકલ્પ આવશે. જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે. આ મુજબ અટલ પેન્‍શન યોજના અંતગર્ત આપનું એકાઉન્‍ટ ખૂલશે.

Atal pension yojana helpline number

ભારત સરકાર દ્વારા અટલ પેન્‍શન યોજના હેલ્પલાઈન જાહેર કરેલી છે. આપને આ યોજના વિશે કોઈ સમસ્યા, પ્રશ્ન કે વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો છો.

Helpline Number :- 1800110001 / 18001801111

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો